Certificate in Yog Science (CYS)

Certificate in Yog Science (CYS)

  • સમગ્ર જનસમૂહમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ૫તંજલિ યોગ-વિજ્ઞાનની જાણકારી, પ્રચાર-પ્રસાર થઈ શકે. તેમજ રાજયના ગ્રામીણ લોકો પોતાની જીવનચર્યા સાથે વૈજ્ઞાનિક રીતે યોગના આસનો, પ્રાણયામ અભ્યાસ સમજીને શીખી શકે.
  • શહેરીજનોના માનસિક તનાવયુકત આધુનિક જીવનમાં સ્વપ્રયત્નથી આછી જગ્યામાં યોગાસન અભ્યસા અને ધ્યાન પ્રાણાયમથી રોગમુકત અને સ્વસ્થ જીવન મેળવી શકે.
  • પ્રૌઢાવસ્થાના સ્ત્રી-પુરુષો પોતાની જાતે યોગ અભ્યાસ કરી વૃધ્ધત્વને દૂર રાખી શકે, તેમજ તેમની કાર્યવાહી સંપૂર્ણ તંદુરસ્તીપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકે.
  • વિદ્યાભ્યાસુ યુવાવર્ગ યોગ વિજ્ઞાનનો સૈધ્ધાંતિક અને પ્રાયોગિક પ્રમાણ૫ત્ર અભ્યાસ કરી પોતે સ્વસ્થ રહેવાની સાથે અન્યને માર્ગદર્શન આપી રોજગારી મેળવી શકે છે.
  • પાશ્વાત્ય દેશોના લોકો દ્વારા આ૫ણી સંસ્કૃતિના શ્રેષ્ડ અને અમૂલ્ય વારસાનો સ્વીકાર થઈ રહ્યો છે, ત્યારે યોગ્ય અને સાચો યોગોભ્યાસ અને તેની જાણકારી દરેક ભારતીયનું ગૌરવ બની શકે.
  • વિશ્વને શાંતિ-સમૃધ્ધિની સાથે યોગ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારત માર્ગદર્શક બની રહે તેમજ ગુજરાત રાજયનો દરેશ નાગરિક સ્વસ્થ જીવન અને દીર્ધાયુ પ્રાપ્ત કરી શકે છે.

લખી વાંચી શકે તેવા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. યોગ-૫રિચય-મહર્ષિ ૫તંજલિ યોગદર્શનમ્ CYS-01 8 View View
૨. શરીર વિજ્ઞાન-માનસિક સ્વાસ્થ્ય CYS-02 8 View View
૩. અષ્ટાંગ યોગ-સ્વસ્થ જીવનચર્ચા CYS-03 8 View View
૪. પ્રોયોગિક અભ્યાસક્રમ CYS-04 8 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

Rs. 1400/-
Code: CYS
Credit: 32
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)